આજરોજ કોમર્સ કોલેજ પાસે ગણેશનગર થી ત્રિમંદિર સુધી ભુજની મુખ્ય ગટરલાઈન પાથરવાનું કામ ચાલુ છે જેની સ્થળ પર મલાકાત લઈ કામોની સમીક્ષા કરાઈ.

ભુજ નગરપાલિકા દ્વારા ભાડા ગ્રાન્ટ અંતર્ગત કોમર્સ કોલેજ પાસે ગણેશનગર થી ત્રિમંદિર સુધી ગ્રેવીટી ડ્રેનેજલાઈન પાથરવાનું કામ ચાલુમાં છે જેની આજરોજ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેમેન કમલભાઈ ગઢવી, શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, નગરપાલિકા ડ્રેનેજ શાખાના ઈન્જીનીયર તેમજ આ કામની એજન્સીના કોન્ટ્રાક્ટર સાથે સ્થળ પર જઈ, થઈ રહેલા કામોની સમીક્ષા કરી હતી.
આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે ભાડા ગ્રાન્ટ અંતર્ગત ગણેશનગર થી ત્રિમંદિર સુધી આ ગ્રેવીટી ડ્રેનેજલાઈન પાથરવાનું કામ ચાલુ છે જેનાથી વોર્ડ નં ૦૮ અને ૧૧ નો ડેનેજનો પાણી જે વોર્ડ નં ૦૭ ના સંસ્કારનગરમાંથી થઈ વોર્ડ નં ૦૧ ના ખાસાગ્રાઉન્ડ પાસે થી થઈ કરીને બેરપોર્ટ રોડ પર આવેલી નગરપાલિકાની મુખ્યલાઈનમાં જોડાય છે. આ અંદાજીત ૦૨ કિમી ની લાઈનની સંપૂર્ણ કામગીરી થયા બાદ જે ડ્રેનેજનો પાણી વચ્ચેથી પસાર થાય છે તેને બદલે સીધું અમૃત યોજના અંતર્ગત એરપોર્ટ રોડ પર બનેલી મુખ્યલાઈનમાં જોડાણ કરવામાં આવશે જેનાથી વોર્ડ નં ૦૧ અને ૦૭ માં જે ડ્રેનેજનું પાણી જાય છે તે પાણી સીધું એરપોર્ટરોડ પર બનેલી મુખ્યલાઈનમાં સમાઈ જશે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આ થઈ રહેલા કામોને સત્વરે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને ટકોર કરવામાં આવી હતી. આ ડેનેજલાઈનનું કામ થઈ ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી આ વિસ્તારના લોકોને ડ્રેનેજલાઈન તમજ નવા રોડની મુખાકારીનો લાભ મળી શકે.