અપહરણના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા-ફરતા અપહરણ કરનાર આરોપીને ભોગ બનનાર સાથે ભુજ શહેર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.હેડ.કોન્સ. રણજીતસિંહ કરણસિંહ જાડેજા તથા જયદેવસિંહ જગદીશસિંહ જાડેજા તથા વુ.પો.કોન્સ. પ્રિયંકાબેન ચાંગાણી નાઓ ભુજ શહેર વિસ્તારમાં પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે ભુજ મધ્યે ખેંગારપાર્ક વોક વે પર એક છોકરો તથા એક છોકરી બન્ને સાથે હાજર છે અને જે શંકાસ્પદ છે જેથી તુરંત જ બાતમી હકીકત વાળી જગ્યાએ આવતા એક છોકરો અને એક છોકરી હાજર મળેલ જેથી છોકરાનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ દર્શન અમીત પવાર ઉ.વ.૨૦ રહે.ફ્લેટ નં.૦૩ ગોકુલ એપાર્ટમેન્ટ આનંદનગર ઓલ્ડ સાંગવી પુણે (મહારાષ્ટ્ર-૪૧૧૦૨૭) વાળો હોવાનુ જણાવેલ તથા છોકરી સગીર વયની રહે.પુણે વાળી હોવાનુ જણાઇ આવેલ અને જેથી તુરંત જ આ અંગે સલંગ્ન પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી તપાસ કરાવતા જણાઇ આવેલ કે ઉપરોકત મળી આવેલ સગીર વયની છોકરીની ગુમ બાબતે સાંગવી પોલીસ સ્ટેશન જી.પીંપરી-ચીંચવડ (પુણે) ગુ.ર.નં.૦૬૦૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૩૭(૨) મુજબનો ગુનો તા.૧૫/૧૨/૨૦૨૫ ના ક.૦૯/૨૮ વાગ્યે રજીસ્ટર થયેલ છે અને ઉપરોકત મળી આવેલ છોકરો દર્શન અમીત પવાર ના ગુમ બાબતે બાળેર પોલીસ સ્ટેશન (પુણે) મા ગુમ નોંધ નં.૭૦/૨૦૨૫ તા.૧૫/૧૨/૨૦૨૫ વાળાથી જાહેર થયેલ છે. જેથી આ બાબતે પુણે પોલીસને તત્કાલ જાણ કરેલ અને તેઓને આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ પો.સબ.ઇન્સ. આર.એ.પાટીલ સાંગવી પો.સ્ટે.(પુણે) નાઓને સોંપેલ છે.
પકડાયેલ આરોપી
દર્શન અમીત પવાર ઉ.વ.૨૦ રહે.ફ્લેટ નં.૦૩ ગોકુલ એપાર્ટમેન્ટ આનંદનગર ઓલ્ડ સાંગવી પુણે (મહારાષ્ટ્ર-૪૧૧૦૨૭)