દુનિયાના અનેક દેશોમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બન્ને ઠપ્પ

copy image

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં શુક્રવારની સાંજે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બન્ને ઠપ્પ પડી જતાં લાખો યુઝર્સને પરેશાની વેઠવી પડી હતી. મળતી માહિતી મુજબ હોમપેજ પર લોકોને નવી પોસ્ટ દેખાતી નહોતી. સાથોસાથ યુઝર્સ નવી પોસ્ટ કરી પણ શકતા નહોતા. સાંજે સાત વાગ્યાથી ફરિયાદો શરૂ થઇ હતી. હજારો યુઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનાં પેજ ક્રેશ થવાની ફરિયાદો કરી હતી. ઘણા લોકોને એકાઉન્ટ  જ લોગિન કરવામાં તકલીફ પડી હતી. સમસ્યા ઇન્ટરનેટ જોડાણ કે મોબાઇલમાં નહીં, પરંતુ મેટાનાં બેકએન્ડ સિસ્ટમ અથવા સર્વર સાથે જોડાયેલી હશે તેવી આશંકા વ્યક્ત કરાઇ હતી.