ગાંધીધામના મચ્છુનગર કન્ટેનર યાર્ડ નજીક બાઇક ડિવાઇડરમાં ભટકાતાં 26 વર્ષીય યુવાનનું દુઃખદ અવસાન
copy image

ગાંધીધામના મચ્છુનગર કન્ટેનર યાર્ડ નજીક બાઇક ડિવાઇડરમાં ભટકાતાં 26 વર્ષીય યુવાનનું દુઃખદ અવસાન થયું હતું. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફર્સ્ટ મૂવર્સ લોજિસ્ટિકમાં કામ કરનાર મોહન રબારી નામનો યુવાન પોતાની બાઇકમાં કંપનીના કામથી કંડલા ગયો હતો ત્યાંથી પરત ફરતા સમયે કન્ટેનર યાર્ડ નજીક વળાંક પર તેનું બાઇક ડિવાઇડરમાં ભટકાતાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.