કચ્છમાં હીટ સ્ટ્રોકથી મોતનો પહેલો બનાવ સામે આવતાં ભારે ચકચાર

dead-body-floor-60202053

copy image

copy image

રાપરમાં ઉત્તરપ્રદેશથી નોકરીની શોધમાં આવેલા 40 વર્ષીય યુવાનનું હીટ સ્ટ્રોકથી મૃત્યુ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના સેનપુરનો રહેવાસી શ્રમિક ત્રિવેણકુમાર એક દિવસ પૂર્વે પોતાના મિત્રો સાથે નોકરીની શોધમાં રાપર આવી પહોંચ્યો હતો, જ્યાં સવારથી બપોર સુધી તે પાણી પીધા વગર તડકામાં નોકરીની શોધમા હતો. દરમ્યાન નંદાસર કેનાલ નજીક બપોરના સમયે પહોંચતાં સૂર્યપ્રકાશના તેજના કારણે તે બેભાન થઇ ગયો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સ થકી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાના અંતિમ સ્વાસ લીધા હતા. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.