અંતરજાળના 47 વર્ષીય આધેડની તળાવમાંથી લાશ મળી આવી
copy image

અંતરજાળના 47 વર્ષીય આધેડની શિણાયના તળાવમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંતરજાળના પ્રેમજી ધનજી બારોટ (ઉ.વ. 47) ગત તા. 10/6ના રોજ સાંજે પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવા છતાં મળ્યા ન હતા. દરમ્યાન શિણાયમાં ભેડિયા તળાવમાંથી તેમની લાશ મળી આવી હતી. તે આધેડ ત્યાં શું કરવા ગયા હતા અને તળાવમાં કેવી રીતે ડૂબ્યા તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.