ભચાઉ તાલુકાનાં લાકડિયા પાસે ટ્રેઈલર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં 24 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું

copy image

copy image

ભચાઉ તાલુકાનાં લાકડિયા પાસે ટ્રેઈલર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં 24 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સામખિયાળી રાધનપુર હાઈ-વે ઉપર ગેલ કંપની પાસે અકસ્માતનો બનાવ ગત સવારે 6.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ટ્રેઈલરના ચાલકે સિગ્નલ આપ્યા વિના ટ્રેઈલરની સ્પીડ ઘટાડતા પાછળ આવતું ડમ્પર ટ્રેઈલર સાથે અથડાયું હતું.  ડમ્પરચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર પેહલા જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની વધુ તપાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.