“ભજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દાઉદ અબ્દુલ્લા કુંભાર રહે, લખુરાઇ ચાર રસ્તા પાસે, ભુજ વાળો તેના મળતીયા સાથે મળી નાના વરનોરા બાજુ થી એક બોલેરો પીકઅપ લોડીંગ જેના રજી નંબર જીજે ૧૨ સી.ટી. ૧૫૭૮ વાળીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમીનીયમના જે વાયરો તે ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના લોડીંગ પીકઅપ વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયોરાના ગુચડા પડેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ તેમજ આ વાયરો આજથી આશરે એકાદ મહીના પહેલા રાત્રીના સમયે મજકુર ઇસમો તથા રફીક સુલેમાન મમણ તથા સમીર ઉર્ફે અનડીક અબ્દુલ મમણ રહે બન્ને વરનોરા તા. ભુજવાળા સાથે મળી ભુજ નખત્રાણા હાઇવે ઉપર દેવપર ગામ થી વિથોણ ગામ તરફ ઉપર થોડા આગળ મોટી લાઇન પરના એલ્યુમીનીયમના વાયરો કાપી તેની ચોરી કરેલ વાયરો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ

એલ્યુમીનીયમના વાયરો ૫૦૦ કિ.ગ્રા કિં.રૂ.૭૫,૦૦૦/-

  • મહીન્દ્રા કંપનીનું પીકઅપ રજી. નંબર GJ 12 CT 1578 કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-

→ પકડાયેલ ઇસમો

દાઉદ અબ્દુલ્લા કુંભાર ઉ.વ. ૩૨ રહે લખુરાઇ ચાર રસ્તા પાસે ભુજ

  • ઇબ્રાહીમ ઇશા અબડા ઉ.વ. ૨૩ રહે નાના વરનોરા તા. ભુજ
  • વસીમ અબ્દુલ બાવા ઉ.વ. ૨૩ રહે મોટા વરનોરા તા. ભુજ
  • પકડવાના બાકી ઇસમ

રફીક સુલેમાન મમણ રહે. વરનોરા તા. ભુજ

  • સમીર ઉર્ફે અનડીક અબ્દુલ મમણ રહે. વરનોરા તા. ભુજ

આરોપી દાઉદ અબ્દુલ્લા કુંભાર નો ગુનાહિત ઇતિહાસ

  • નિરોણા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૮૮/૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૬૨ મુજબ
  • નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૨૪૯/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

આરોપી ઇબ્રાહીમ ઇશા અબડા નો ગુનાહિત ઇતિહાસ

  • પધ્ધર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૩૯/૧૯ આઇ.પી.સી.ની કલમ ૩૭૯ મુજબ

આરોપી રફીક સુલેમાન મમણ નો ગુનાહિત ઇતિહાસ

  • નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૧૨૦/૨૪ આઇ.પી.સી.ની કલમ ૩૭૯ મુજબ
  • ખાવડા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૩૨/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ