લંડનમાં ભારતીય યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

copy image

લંડનના પશ્ચિમ ભાગમાં આવેલા Southall વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય ભારતીય મૂળના યુવક ગુરભેજ સિંહ ની knife attackમાં હત્યા કરાઇ છે. આ ઘટનાએ ભારતીય સમુદાય સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો Southall ના North Road અને Dormers Wells Lane ના junction નજીક થયો હતો. પોલીસ મુજબ ઘટના આશરે રાત્રે 12:30 AM  આસપાસ બની હતી. પોલીસ અને London Ambulance Service તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલાગુરભેજ સિંહ ને બચાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને તેમને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા.આ હુમલામાં એક બીજો પુરુષ, જેની ઉંમર અંદાજે 30 વર્ષ જેટલી હોવાનું માનવામાં આવે છે, તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. તેને hospital લઈ જવાયો હતો પરંતુ બાદમાં તેને discharge કરવામાં આવ્યો છે. તપાસ હજુ ચાલુ છે અને પોલીસ હુમલાનું સાચું કારણ અને પાછળના લોકો શોધવાનો પ્રયાસ કરી રહી છે