શાંતિ કરારને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે

copy image

copy image

 શાંતિ કરારને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારનો ડ્રાફ્ટ સામે આવ્યો છે, જેમાં પરમાણુ કાર્યક્રમથી લઈને તેલ વેપાર, હોર્મુઝ માર્ગ અને અમેરિકા દ્વારા સ્થગિત અબજો ડોલર જેવા અનેક મુખ્ય બાબતો પર સહમતીનો દાવો કરવામાં આવ્યો છે. એક એજન્સીના અહેવાલ ના જણાવ્યા મુજબ , વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત કરાર હેઠળ ઈરાને પરમાણુ શત્રો ન વિકસાવવા અથવા અન્ય કોઈ પણ માધ્યમથી તેમને મેળવવાનો પ્રયાસ ન કરવાનું વચન આપ્યું છે, જે અમેરિકાની સૌથી મોટી માગણીઓમાંની એક રહી છે. ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના સંવર્ધન સ્તરમાં પણ ઘટાડો  કરવામાં આવશે. . બંને પક્ષો 60 દિવસમાં તેનાં ટેકનિકલ માળખાંને અંતિમ સ્વરૂપ આપશે.  આ કરારની મોટી ખાસિયત ઈરાનના સ્થગિત ભંડોળની છે. ઈરાની અધિકારીઓનો દાવો છે કે, અમેરિકા આશરે 25 અબજ ડોલરનાં સ્થગિત ભંડોળને મુક્ત કરવા સંમત થયું છે, અમેરિકા ઈરાન પર નાખવામાં આવેલા તેલ પ્રતિબંધોને અસ્થાયી રૂપે ઘટાડવામાં આવશે . જેનાથી ઈરાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ ફરીથી વેચી શકશે અને તેમાંથી મળેલી રકમ જાળવી શકશે.આ કરારમાં હોર્મુઝ માર્ગ પણ સમાવેશ થાય છે, જે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે,આ કરાર હેઠળ, ઈરાન તાત્કાલિક હોર્મુઝને તમામ વ્યાપારી જહાજો માટે ખોલશે. જેને બદલે , યુએસ ઈરાની જહાજો અને બંદરો પર નાખવામાં આવેલી નૌકાદળ નાકાબંધી હટાવશે. આ કરાર અંગે હજુ સુધી કોઈ સંપૂર્ણ સ્પષ્ટતા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, રવિવારે કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.