શિંદે જૂથના નેતા દ્વારા શિવસેનાના સાંસદો અંગે મોટો દાવો રજૂ કરાયો
શિંદે જૂથના નેતા કૃપાલ તુમનેએ ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના સાંસદો અંગે મોટો દાવો રજૂ કરતાં કૃપાલ તુમનેએ જણાવ્યું હતું કે, પક્ષપલટા અંગે સાત સાંસદ સાથે અંતિમ બાબતો ની પૂર્ણ થઈ ગઈ છે. જોડાવાની માત્ર તારીખ બાકી છે. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્ય શિંદે જૂથના સંપર્કમાં છે તેમજ તુમનેએ દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથના સાત સાંસદો ચોમાસું સત્ર પહેલા શિવસેનામાં જોડાશે. તેમના કેહવા પ્રમાણે , `ઓપરેશન ટાઇગર’ માટેની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ તેમજ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેના `મુખ્ય ડોક્ટર’ છે. આ દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. તેથી ઉદ્ધવ ઠાકરેએ તેમના સાંસદો પછી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.