અમેરિકાનો મોટો નિર્ણય: રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધની તૈયારી, ભારતનું ટેન્શન વધ્યું
copy image

copy image
G7 શિખર સંમેલનમાંથી ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સના એવિયન-લેસ-બેઈન્સમાં ચાલી રહેલી G7 બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય G7 નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધને ફરીથી એજન્ડામાં ટોચ પર મૂક્યું છે.
અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગ્લોબલ ઓઇલ માર્કેટને સ્થિર રાખવા માટે રશિયન ઓઇલ પર અત્યાર સુધી આપવામાં આવેલી છૂટછાટ ટૂંક સમયમાં સમાપ્ત કરી દેવામાં આવશે. જો આવો પ્રતિબંધ લાગુ પડે તો ભારતની ઉર્જા સુરક્ષા અને સસ્તા ક્રૂડ ઓઇલની આયાત પર સીધી અસર પડવાની શક્યતા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ખાડી દેશોમાં ઈરાન યુદ્ધના કારણે યુક્રેનનો મુદ્દો થોડો પાછળ ધકેલાઈ ગયો હતો. પરંતુ હવે G7 દેશોએ ફરી રશિયા સામે કડક વલણ અપનાવવાના એંધાણ આપ્યા છે.
ભારત માટે આ નિર્ણય મોટી કસોટી સમાન છે, કારણ કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ખરીદે છે. હવે સરકાર કઈ વ્યૂહરચના અપનાવે છે તેના પર સૌની નજર છે.