નખત્રાણાના તલમાં પુલીયા પાપડી કામકાજમાં ગંભીર સવાલો: અધિકારીઓની ગેરહાજરીમાં હલકી ગુણવત્તાનો ‘પાપડી’ માલ, કૌભાંડનો ભય”

નખત્રાણા તાલુકાના તલ ગામમાં બનતા નવા પુલની ગુણવત્તા મુદ્દે ગ્રામજનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં પુલ માટે વપરાતો ‘પાપડી’ માલ જોઈને કોઈપણ ચોંકી જાય એવું છે.

ગ્રામજનોનું કહેવું છે કે તલ નદી પાપડી નું કામ તો પૂરજોશમાં ચાલી રહ્યું છે, પણ જવાબદાર અધિકારીઓ મેદાનમાં દેખાતા નથી. એ પોતે એસી રૂમમાં બેસીને આરામ ફરમાવે છે ,વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સિમેન્ટ અને મસાલાના નામે માત્ર કાંકરી અને ધૂળનો ઢગલો પાથરવામાં આવી રહ્યો છે. પાણીનો છંટકાવ પણ નહિવત.

સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે “માલ હલકો અને ગુણવત્તા વગરનો છે. અધિકારીઓની ગેરહાજરીમાં કૌભાંડ ચાલી રહ્યું છે.” કરોડો રૂપિયાના ખર્ચે બનતો આ બદનસીબ તલ નદી નો પુલીયો પાપડી ચોમાસું વીતતા જ ઉખડી જશે એવી બીક તલ લૈયારી ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

જનતાના ટેક્સના પૈસાથી બનતો પુલ જો આવો હલકો બનશે તો ગામની પ્રગતિ કેવી રીતે થશે? અધિકારીઓ જવાબ આપે અને તપાસ થાય એવી લોકોની એક જ માંગ છે.