ભુજ તાલુકા ના સુમરાસર શેખ ગામ ની ચરિયાણ જમીનમાં ફોરેસ્ટ વિભાગની ખાઈમાં પડી નીલગાયનું મોત

સુમરાસર શેખ ગામની ચરિયાણ જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ખોદવામાં આવેલી ખાઈમાં આજે એક નીલગાય પડી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગામલોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ચરિયાણ વિસ્તારમાં ખોદવામાં આવેલી ઊંડી ખાઈઓના કારણે અબોલ પશુઓ અને વન્યજીવો સતત જોખમમાં મુકાઈ રહ્યા છે. અગાઉ પણ આવી ખાઈઓને કારણે પશુઓને ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદો ઉઠી હતી. આજે નીલગાયના મૃત્યુ બાદ ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગામલોકોની માંગ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખોદવામાં આવેલી ખાઈઓને સુરક્ષિત બનાવવામાં આવે અથવા જરૂરી સ્થળોએ પૂરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ અબોલ જીવનો ભોગ ન લેવાય. સાથે જ આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ ઘટના અબોલ પશુઓ અને વન્યજીવોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે.