ભુજ નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન તેમજ વિવિધ શાખાઓની સમિતિના નવનિયુક્ત ચેરમેનશ્રીઓનું પદગ્રહણ સમારોહ યોજવામાં આવેલ.

આજરોજ તા. ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ ભુજ નગરપાલિકાના નવનિયુક્ત ચેરમેન કમલ પબુભાઈ ગઢવી તેમજ વિવિધ શાખાના ચેરમેનોનું રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ તેમજ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

BAPS મંદિરના મુખ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકમંગલ સ્વામી તેમજ સંતો દ્વારા પૂજન તથા મંગલાચરણ કરી અને આશીર્વાદ આપ્યા હતા. શ્રી વિવેકમંગલ સ્વામીજીએ ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે શુભકામના સાથે ભુજ શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ સમારોહ માં વિવિધ મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ માં ભુજ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બર, ઉપપ્રમુખશ્રી ચેમ્બર, કારોબારી ચેરમેનશ્રીની ચેમ્બર તથા મુખ્ય અધિકારીશ્રીની કચેરી મધ્યે સંતો દ્વારા ભગવાનના પાવન પગલાનું પૂજન કરવામાં આવ્યું हġ.

આ કાર્યક્રમ મધ્યે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, દંડક રૂપલબેન ચાવડા, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, કચ્છ જીલ્લા ભાજપ કિશન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પાંચાણી, મહામંત્રી વીરમભાઈ આહીર, કચ્છ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ ડાંગર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, જયદીપસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ, ભુજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલયભાઈ ગોસ્વામી તથા સમગ્ર બક્ષીપંચ મોરચાની ટીમ, અખિલ કચ્છ ચારણ સમાજ માં પ્રમુખ તથા કે.ડી.સી.સી બેન્કના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ દેવદતભાઈ ગઢવી, એડવોકેટ દેવરાજભાઈ ગઢવી, ભુજ તાલુકા ચારણ સમાજના પ્રમુખ દેવાયતભાઈ ગઢવી, અજય પુષ્પદાનભાઈ ગઢવી સહીત ભુજ, માધાપર, મિરજાપર સહીત ના વિસ્તારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાન ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ શહેર લોહાણા સમાજના અગ્રણી હર્ષદભાઈ ઠક્કર (હકકીભાઈ) તથા, હિતેશભાઈ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાત સમિતિના સભ્યશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા (પપ્પુભાઈ) હાજર રહ્યા

ભુજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો શ્રી દિલીપભાઈ હડિયા, પ્રકાશભાઈ મહેશ્વરી, મયંકભાઈ રૂપારેલ, હરેશભાઈ મહેશ્વરી, પ્રશાંતભાઈ ગોસ્વામી, ગીતાબેન પટેલ, હિનાબા ઝાલા, સાવિત્રીબેન જાટે પદગ્રહણ કરેલ હતું. નગરસેવકોમાં વિમીબેન ઠક્કર, ચંદ્રેશભાઈ રબારી વગેરે હાજર રહ્યા હતા.