મુંદ્રાને મળી આકાશની ચાવી: 23 જૂનથી કચ્છનું ત્રીજું એરપોર્ટ શરૂ, 5 શહેરો સાથે સીધી ઉડાન”

કચ્છને હવે આકાશનો નવો રસ્તો મળી ગયો. મુંદ્રાનું નવું એરપોર્ટ 23 જૂનથી ચાલુ થવા જઈ રહ્યું છે. આ સાથે કચ્છમાં ભુજ અને કંડલા પછીનું ત્રીજું હવાઈ મથક કાર્યરત બનશે.નવી શરૂઆત સાથે મુંદ્રાથી દેશના 5 શહેરો માટે સીધી ઉડાન મળશે. હવે લોકોને અમદાવાદ કે ભુજ સુધી જવા માટે લાંબો રસ્તો કાપવો નહીં પડે. બિઝનેસ, વેપાર અને મુસાફરી બધું જ ઝડપી બનશે.બંદર નગરી મુંદ્રાને એરપોર્ટ મળતા આખા કચ્છમાં ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય પરિવારો માટે આ મોટી સુવિધા બની રહેશે. કચ્છના વિકાસમાં આ નવું પગલું ઈતિહાસ લખશે.