લખપત તથા તેમની ટીમ તેમજ નારાયણસરોવર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ દુર કરવાની ઝુંબેશ

.૧૮/૦૬/૨૦૨૬ ના રોજ મે.કલેકટર સાહેબશ્રીની સુચના તથા પ્રાંત અધિકારીશ્રી નખત્રાણાના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી લખપત તથા તેમની ટીમ તેમજ નારાયણસરોવર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. સદર કાર્યવાહી દરમ્યાન લખપત તાલુકાના પાન્ધ્રો ગામે જુદા-જુદા ત્રણ અનધિકૃત કોમર્શીયલ બાંધકામ વાળા દબાણ દુર કરવા આવેલ છે. દબાણ મુક્ત કરવાની ડ્રાઇવ દ્વારા અંદાજીત ૮૩૪૫ ચો.મી જમીન જેની અંદાજીત બજાર કિંમત રૂ.૩૫,૦૫,૩૨૦/- ની સરકારી જમીન આજ રોજ દબાણ મુકત કરવામાં આવી.