પિંગલેશ્વર નાં રમણીય દરિયા કાંઠે સાંસદ યોગ ઉત્સવ.

૨૧મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે. યોગ દિન ની પ્રેરણા અને પ્રસાર આપણાં
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કર્યો અને જેનું અનુસરણ આજે વિશ્વભર માં થાય
છે. કચ્છ જીલ્લા માં અબડાસા તાલુકાનાં પિંગલેશ્વર બીચ ઉપર સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા
દ્વારા યોગ ઉત્સવ ઉજવવામાં આવશે જીવન માં યોગ નું મહત્વ સમજાવવા આયોજન કરવામાં
આવેલ છે. તા. ૨૧/૦૬/૨૦૨૬ રવિવારે સાંજે ૫.૦૦ કલાકે પિંગલેશ્વર બીચ ઉપર યોગ દિન
ઉજવણી કરવામાં આવશે. કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તેમજ સાંસદ શ્રી
વિનોદભાઇ ચાવડા દ્વારા દર વર્ષ ની જેમ બહોળી સંખ્યામાં લોકો ને યોગ ઉત્સવ માં ભાગ લેવા
અપીલ કરવામાં આવેલ છે.