ભુજ શહેરના બસ સ્ટેશન રોડ પર જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ઇસમોને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડી પાડયા

copy image

copy image

ભુજ શહેરના બસ સ્ટેશન રોડ પર જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ઇસમોને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડી પાડતા રૂા. 11,040 જપ્ત કરવામાં આવ્યા હતા.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસને પૂર્વ બાતમી મળતા કાર્યવાહી દરમ્યાન ઓપન એર થિયેટર પાર્કિંગ પાસે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેવાયા હતા. પકડાયેલા ઇસમો પાસેથી રોકડા રૂા. 11,040 જપ્ત કરાયા હતા. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.