કંડલા-ગાંધીધામ ધોરીમાર્ગ પર બાઈકસવાર 47 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું

copy image

copy image

કંડલા-ગાંધીધામ ધોરીમાર્ગ પર અજાણ્યાં વાહનની હડફેટે આવતા બાઈકસવાર 47 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. તેમજ અન્યને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત સાંજે બાપ દીકરો બાઈક લઈને ગાંધીધામ ખાતે શાકભાજી લેવા તથા મોબાઈલ રિપેરિંગ કરવા જતાં હતા.તે દરમ્યાન સતગુરુ વે-બ્રિજની સામે પહોંચતાં કોઈ અજાણ્યાં વાહને બાઈકને હડફેટમાં લીધું હતું, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયે બંનેને સારવાર માટે લઈ જવાતાં એક ને મૃત જાહેર કરાયો હતો, જ્યારે બીજા વ્યક્તિ ને વધુ સારવાર માટે ભુજ ની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.