મરવા મજબૂર કરવાના મુદ્દે ખંભરાની ત્રણ મહિલા સામે ફરિયાદ

માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કરવાના મામલે ભુજ તાલુકાના માનકૂવા પોલીસ મથકે ત્રણ મહિલા સામે ફરિયાદ દર્જ કરાઇ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ ,નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, ત્રણે આરોપી તેમના પુત્રને બે વર્ષથી સતત માનસિક ત્રાસ આપી તેમજ અપમાનજનક શબ્દો કહી ઝઘડા કરતા હતા તથા મેણા-ટોણા મારી આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતા. આ મામલે માનકૂવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.