હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ ઈરાનનો કડક આદેશ; જહાજોએ 48 કલાક પહેલા મંજૂરી લેવી પડશે

image-220

 અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજો માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.મળતી માહિતી મુજબ હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો મુજબ , જહાજોએ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઇન અથવા સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત ત્યાંના દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે. ઈરાનની નવી બનેલી સંસ્થા ‘પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઑથોરિટી'(PGSA) દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ, દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો, નક્કી કરેલો રૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જ જમા કરાવવાની રહેશે. આ સાથે, જ્યાં સુધી સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી જહાજના ઓપરેટરે ઈરાની ઑથોરિટી સમક્ષ સતત સંપર્કમાં રહેવું પડશે.