વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંચાલિત એન.વી.એસ. શાળા, તથા પરમશાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોગ ગુરુ શ્રી રામદાસજી દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માર્ગદર્શન આપી સૌને નિયમિત યોગ કરવા પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિવિધ યોગાસનો તથા પ્રાણાયામની પ્રાયોગિક તાલીમ અપાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન બંને શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ યોગ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક-સંચાલક શ્રી જીતેન્દ્રભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યોગ દ્વારા સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.