કેરા કપિલકોટ ગ્રાઉન્ડ ખાતે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 50 સેક ગામની 72 જેટલી ટીમોએ ભાગ લીધો

કેરા કપિલકોટ ગ્રાઉન્ડ ખાતે 3 જૂન 2026 થી ચાલતી શ્રી કેરા યુવક સંઘ ગરબી મંડળ આયોજિત ગ્રામ પંચાયત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 50 સેક ગામની 72 જેટલી ટીમોએ ભાગ લીધો હતો 17 નાઈટની આ મેચમાં રોમાંચક મુકાબલો જામ્યો હતો મેચ નિહાળવા દર્શકો પણ રોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રયા હતા 17 નાઇટના મુકબલા બાદ વરસાણી 11 કેરા અને ભક્તિ 11 કિડાણા ફાઇનલમાં પહોંચ્યા હતા 19 જૂનના યોજાયેલી ફાઈનલમાં રસાકસી બાદ વરસાણી 11 કેરાએ બાઝી મારી 9 વિકેટ થી ભવ્ય વિજય મેળવ્યો હતો જેથી દાતાશ્રી,H.J.D. સૈનિક સ્કૂલ કેરા ના ચેરમેન ડો.જગદીશભાઈ હાલાઈ, દિપેશ હાલાઈ તેમજ કેરા યુવક સંઘ ગરબી મંડળ દ્વારા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા