બરોડા-ભુજ વોલ્વો બસમાં પ્રવાસીઓના માલ સામાનમાંથી દારૂનો જથ્થો પકડાયો
copy image

સામખિયાળી પોલીસે બરોડા-ભુજ એસ.ટી. વોલ્વો બસમાં પ્રવાસીઓના માલ સામાનમાંથી દારૂનો જથ્થો પકડી પાડયો હતો.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આ કાર્યવાહીમાં ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ બાતમી મળતા પોલીસે સૂરજબારી ચેકપોસ્ટ પાસે એસ.ટી. બસને રોકાવી છાનબીન દરમ્યાન ત્રણ ઇસમોના બેગ અને થેલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બે લિટરની બોટલ નં. 35, કિં. રૂા. 78,426 તથા 180 એમ.એલ.ની દારૂની બોટલ નંગ. 74 કિં. રૂા.12,340 તથા ત્રણ મોબાઈલ ફોન સાથે કુલ રૂા.1,05,766નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઈસમોની ધરપકડ કરી બનાવ અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.