માંડવીમાંથી બ્રાઉન સુગરના આરોપીના રિમાન્ડ દરમ્યાન વધુ એક શખ્સ ઝડપાયો

એક ઓગસ્ટના બપોરના ભાગે મસ્કા માંડવી રોડ વચ્ચે રેકઝીનની દુકાનમાં કામ કરતા આરોપી ઇમરાન અબ્દુલ કાદર મણીયાર (ઉ.વ.29) રહે છાપરાવાડી શેરીવાળાને બાગ મસ્કા રોડ પાણીના ટાંકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી એટીએસ અને પશ્ચિમ કરછ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું એટીએસના વી.આર. મલહોત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું. માંડવીમાંથી ATSએ વધુ એક શખ્સને ઝડપી પાડ્યો. 28મી જૂલાઈએ પકડાયેલાં બે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ સાથે તાપસ ટીમે કોર્ટેમાં રજુ કર્યું હતું તો કોર્ટે આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા જે રિમાન્ડ દરમ્યાન થયેલી પૂછતાછ દરમિયાન ઈમરાન અબ્દુલ કાદર મણિયાર, ઉ.વ.29, છાપરા શેરી, માંડવી વાળાનું નામ ખુલ્યું હતું. આરોપીઓની કબૂલાતના પગલે મસ્કા ગામે વૉચ ગોઠવી ATSએ ઈમરાનને દબોચી લીધો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *