મોરબી રાજકોટ હાઇવે પર મિતાણા ગામ નજીક સેન્ટ્રો કારઅને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાતા મોરબીના ત્રણ આશાસ્પદ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ કારમાં સવાર યુવાનોએ ચીસો પાડતાં આજુબાજુના લોકો ત્યાં આવીં ગયા હતા. આ યુવાનોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. (અતુલ જોષી, મોરબી) કારનો કાટમાળ ખસેડવા માટે જેસીબીની અને ક્રેનની પણ મદદ લેવી પડી હતી.આ ત્રણેય યુવાનોને ગંભીર હાલતમાં તાત્કાલિક રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાદમાં ત્રણેય યુવાનોના નામ નિમેશભાઈ વાઘજીભાઈ અમૃતિયા, બીપીનભાઈ ભાડજા અને નૈમિશભાઈ વિજયભાઈ ટંકારિયા હોવાનું તેમજ એક યુવાન નેસડા અને બીજો જેતપર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં નિમેષના પિતા વાઘજીભાઈ મોરબી સુપરમાર્કેટમાં સાડીની હોલ સેલની દુકાન ધરાવે છે અને પરિવાર સાથે ત્યાં વેપાર કરે છે. આજે બપોરે રાજકોટ જતા સમયે અચાનક જ આવો બનાવ બનતા પરીવારજનો ને જાણ કરાઈ હતી. જેમાં આશાસ્પદ પટેલ યુવાનોના કરુણ અકસ્માત થી શોકમાં ગરકાવ થઈ ગયો છે. મોરબી રાજકોટ હાઇવે છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન થઈ ગયો છે. અહીં છાસવારે અકસ્માત થાય છે ત્યારે લોકોએ પણ ચેતીને ડ્રાઇવિંગ કરવું અનિવાર્ય બની ગયું છે.