માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ “ઓપરેશન ઝીરો ટોલરન્સ” અનુસંધાને કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ.

નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકિકત આધારે વર્કઆઉટ કરી, અલાદીન સિધિક ભટ્ટી ઉ.વ.૩૦ રહે.મફતનગર, રવાપર તા.નખત્રાણા જી. કચ્છ-ભુજવાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન-૧૨૪.૬૬ ગ્રામ, કિં.રૂ.૬૨૩૩/- નો નાર્કોટીકસનો મુદ્દામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ અત્રેના પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમનું નામ સરનામું:-

અલાદીન સિધિક ભટ્ટી ઉ.વ.૩૦ રહે.મફતનગર, રવાપર તા.નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) માદક પદાર્થે ગાંજો જેનું વજન-૧૨૪.૬૬ ગ્રામ જેની કિં.રૂ.૬૨૩૩/-

(૨) ગાંજાની નાની-મોટી સફેદ પારદર્શક ખાલી થેલીઓ નંગ-૧૦ જેની ४.३.००/-

(3) NOTHING કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિં.રૂ.૫૦૦૦/-રોકડા રૂપિયા-૧૨૦૦/-

એમ કુલ્લે કિં.રૂ.૧૨,૪૩૩/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા સબીરઅલી બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ પો.કોન્સ. મુકેશભાઇ મોદી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.