ચીટીંગના ગુનામા છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા ૫ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, નવીનકુમાર જોષી, જીવરાજભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા આત્મારામ સર્કલ પાસે પહોચતા હ્યુમન સોર્સીસ આધારે રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે, “ઉત્રાણ (સુરત શહેર) પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૦૪૪/૨૦૨૪ બી.એન.એસ. એકટ કલમ -૩૧૮(૪),૩૧૯,૨૦૫,૬૧(૨) તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(ડી) મુજબનો ગુન્હો તા.૨૮/૧૨/૨૦૨૪ ના ક.૧૪/૦૦ વાગ્યે જાહેર થયેલ હોય જે ગુન્હા કામેના નાસતો-ફરતો આરોપીઓ પૈકી ઓસ્માણ ઇશા સોઢા રહે.હંગામીઆવાસ ભુજ વાળો તથા તેના અન્ય સાગરીતો હાલે હંગામી આવાસ ભુજ મધ્યે આવેલ સરકારી શાળા પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં હાજર છે.” જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોક્ત ગુના કામે બી.એન.એસ.એસ. એક્ટ કલમ.૩૫(૧)જે મુજબ ધોરણસર અટક કરી લઇ મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. એકટ ની કલમ-૧૦૬ મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે.

પકડાયેલ આરોપી

  • ઓસ્માણ ઇશા સોઢા ઉ.વ.૪૧ રહે. સરકારી સ્કુલ પાછળ હંગામી આવાસ ભુજ મુળ રહે.રહીમનગર ખારીનદી રોડ ભુજ

રીયાઝ જાકબ સમા ઉ.વ.૨૨ રહે. સરકારી સ્કુલ પાછળ હંગામી આવાસ ભુજ

  • અકબર ઇશા ફકીર (સોઢા) ઉ.વ.૩૦ રહે. રહીમનગર ઉસ્માની મસ્જીદ પાસે ભુજ

આલમશા ભાવનશા શેખ ઉ.વ.૨૩ રહે. લખુરાઇ ચાર રસ્તા નજીક સુરલભીટ રેલ્વે ફાટક પાસે ભુજ

અધિયન ઉર્ફે શિવમ જયવેન્દ્રસિંઘ સેંગર ઉ.વ.૨૪ રહે.મહાદેવનગર હ્યુન્ડાઇ શો રૂમ પાછળ મીરજાપર તા.ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ. ૧૦,૦૦૦/-