અંજાર મધ્યે અ.ન.પા. સંચાલીત શાળામા નાના બાળકો માટેની મધ્યાહન ભોજન દ્વારાં જે ભોજન પીરસવામાં આવે છે તે ભોજનમા આજે તારીખ 2-8-2019 ના રોજ સવારના ભાગમા જે ભોજન સંચાલિકા પીરસવામાં આવ્યુ તેમા જીવાત (ગડર) નજર આવતા બાળકોએ ભોજન લેવાનું ટાળ્યું અને તત્કાલિ આ બાબતે શાળાના સંચાલકોને જણાવતા શાળાન સંચાલકો દ્વારા આ વાતની પુષ્ટિ કરવા જાત નિરીક્ષણ કર્યું તો તેમને મધ્યાહન ભોજન દ્વારા જે ભોજન પીરસવામાં આવ્યું તેમાં જીવાંત નજરે ચડ્યા હતા. ત્યારે સંચાલકો દ્વારા આ વિશે રજૂઆત કરવામાં આવી હતી. તો મધ્યાહન ભોજન સંચાલિકા રૂમમાં તાત્કાલિક તાડુ મારી ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ લાગતા વળગતા અધિકારીને પુછતા તે અધિકારી આ બાબતે કાઈ પણ જાણ ન હોવાનુ જણાવેલ. કારણ કે આ પહેલા પણ આવી ઘટના બની છે ત્યારે શાળાના આચાર્યએ અધિકારીઓને લેખિત ફરીયાદ અગાઉ પણ કરી હોવાનુ જણાવેલ છે તો વરસાદની સીઝન હોવા છતાં નાના બાળકો માટેની મધ્યાહન ભોજન યોજના દ્વારાં જે ભોજન પીરસવામાં આવે છે તે ભોજનને ચેકિંગ કરાતું નથી અને નાના બાળકોના જીવન સાથે ચેડાં કરવામાં આવ્યાં હોઇ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.મધ્યાહન ભોજન યોજના એ ભારત સરકારનો એક શાળા ભોજન કાર્યક્રમ છે જે દેશભરમાં શાળા-વયના બાળકોના પોષક સ્થિતીને વધુ સારી બનાવવા માટે રચાયેલ છે. [1] આ કાર્યક્રમ સરકાર, સરકારી સહાયિત, સ્થાનિક સંસ્થા, શિક્ષણ બાંયધરી યોજના, અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વૈકલ્પિક નવીન શિક્ષણ કેન્દ્રો, મદારસા અને મકતબ્સ, અને રાષ્ટ્રીય બાળ મજૂર પ્રોજેક્ટ શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે કામકાજના દિવસો પર મફત ભોજન પ્રસાદ પૂરા પાડે છે