બ્રિટનના વડાપ્રધાને આપ્યું રાજીનામું, 10 વર્ષમાં છઠ્ઠા પીએમનું રાજીનામું

copy image

બ્રિટનની રાજનીતિમાં સોમવારે મોટો ઊલટફેર સર્જાયો હતો.મળતી માહિતી મુજબ કીર સ્ટાર્મરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા સાથે લેબર પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું હતું. બ્રિટન 10 વર્ષમાં સાતમા પીએમ જોશે. આ મોટાં પગલાં બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર દેશને સંબોધતાં કીરે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં નેતૃત્વ કરવા માટે હું યોગ્ય છું, તેવું લેબર પાર્ટીને નથી લાગતું. અહેવાલો અનુસાર, એંડી બર્નહામ કીરના ઉત્તરાધિકારી બનવાની દોડમાં સૌથી આગળ છે. બર્નહામે તાજેતરમાં જ મેકર ફિલ્ડ પેટા ચૂંટણી જીતી લેતાં સંસદમાં વાપસી કરી છે. એંડીને લેબર પાર્ટીના મોટી સંખ્યામાં સાંસદોનું સમર્થન છે. લેબર પાર્ટીમાં સ્ટાર્મરનાં નેતૃત્વ સામે લાંબા સમયથી અસંતોષ વધ્યો હતો. પક્ષના જ 100થી વધુ સાંસદોએ કીર સરકાર સામે મોરચો ખોલી નાખ્યો હતો. સ્ટાર્મરના વિરોધી રહેલા એંડી બર્નહામે તો લેબર પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારી પણ રજૂ કરી દીધી હતી. સ્ટાર્મરે આજે સવારે બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાને રાજીનામાંના ફેંસલાની જાણકારી આપી હતી. 17મી જુલાઇ સુધી બ્રિટનને નવા વડાપ્રધાન મળી જશે. બર્નહામ બ્રિટનની રાજનીતિમાં ઘણો લોકપ્રિય ચહેરો છે.