ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬ અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નં. ૦૬ હેઠળ આવેલી શ્રી ભારાપર પ્રાથમિક શાળા, ભારાપર ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ભારાપર જાગીરના સચીન દાદા કાપડી, શાળાના આચાર્ય પરસોતમ મકવાણા, શિક્ષક કુલદીપસિંહ ડોડીયા, શિક્ષણવિદ્ ધનજીભાઈ એમ હુંબલ, વૈશાલીબેન તથા રીનાબેન (વિકલાંગ બાળક શિક્ષકો) તેમજ એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
નવા પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત શિક્ષણ મેળવવા, શાળામાં સતત હાજરી આપવા અને જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.