ગેરકાયદેશર માદક પદાર્થ “હેરોઈન” ના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી સામખીયારી પોલીયા

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર विद्यामां “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN अंतर्गत जेरडायरेशर माङ પદાર્થોના સેવન, વેચાણ, ઠેરફેર અને વેપાર જેવી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોના ગુનાઓ શોધી કાઢવા અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. તે અનુસંધાને, શ્રી સાગર સાંબડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ
જે.એમ.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના સામખીયારી પોલીસ સ્ટેશનના નેતૃત્વ ઠેઠળ સામખીયારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે “દલીપસિંઘ રાલસિંઘ રહે ગુરદારાપુર પંજાબ વાળો તથા તેની સાથે એક અજાણ્યો ઇસમ જેને બ્લ્યુ જેવા કલર નું ટીશર્ટ અને ખાખી જેવા કલર નુ પેન્ટ પહેરેલ છે તેઓ બન્ને પગપાળા સામખીયારી શમશાન બ્રીજ તરફથી સામખીયારી ટોલ પ્લાઝા વાળા સર્વીસ રોડ પર નિકળવાના છે અને આ અજાણ્યા ઈરામો પાસે એન.ડી. પી.એસ ને લગતા માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોઈ.” તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે સામખીયારી પોલીસ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી સરકારી પંચો સાથે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા ઉપરોક્ત બાતમી હકિકત વાળા ઇરામો મળી આવેલ જેઓની ઝડતી કરતા તેમની પાસે રહેલ ‘અથાણાના ડાબ્બામાંથી’ નીચે જણાવ્યા મુજબનો હેરોઈનનો જથ્થો જથ્થો મળી આવતા આ મામલે બન્ને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એરા. એક્ટ- 1985 ઠેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- પકડાયેલ આરોપીનું નામ :-
(૧) દલીપસિંઘ રસલસિંઘ ઉ.વ.૪૦ રહે. ગામ ભૈયાન ગુરદાસપુર તા.જી.પઠાનકોટ પંજાબ
(૨) અક્ષય અશોક શર્મા ઉ.વ.૩૧ રહે.ગામ ભૈયાન ગુરદારાપુર તા.જી.પઠાનકોટ પંજાબ