અંજાર સીમની સરકારી જમીન પર થયેલ આશરે હે.૩-૧૪-૨૩ ચો.મી. ખેતી વિષયક દબાણ દૂર કરાઈ

આ કામે હકીકત એવી છે કે, યુનાઈટેડ પ્રા.લી.ગાંધીધામ દ્વારા મોજે:અંજારસીમ, તા.અંજારના સર્વે નંબર ૯૮૪/પૈકી વાળી સરકારી જમીન પર ગેર કાયદેસર બિન અધિકૃત દબાણ કરતાં, તેઓ વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો-૨૦૨૦ તળે મે.કલેકટર સાહેબશ્રી,કચ્છ-ભુજ સમક્ષ અરજી રજુ થતાં, નપાસ અર્થે અત્રેની કચેરી મળેલ જે અન્વયે સદર કંપની દ્વારા સરકારી જમીન પર દબાણ કરેલ હોવાનું માલુમ પડતાં, અત્રેના દ્વારા મે.કલેકટર સાહેબશ્રી,કચ્છ-ભુજને અહેવાલ કરતાં, મે.કલેકટર સાહેબશ્રી, કચ્છ-ભુજ દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તળે કાર્યવાહી થવા સૂચના થયેલ. જે અન્વયે મામલતદારશ્રી,અંજારને જરૂરી કાર્યવાહી કરવા સારુ જણાવેલ. જેથી સર્કલ ઓફિસરશ્રી, અંજાર મારફતે સ્થાનિકે ખરાઈ કરાવતાં સરકારી જમીનમાં દબાણ કરેલ હોવાનું માલૂમ પડતાં મામલતદારશ્રી,અંજાર તરફથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ તળે નોટિસ આપી દબાણદારને જમીન. માલિકીના આધારો/પુરાવા રજૂ કરવા પૂરતી મુદત આપવામાં આવી. આ કામે દબાણદાર દ્વારા માલિકીના આધારો રજૂ ન કરતાં દબાણદારને તેમના દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દિન-૨ માં ખુલ્લુ કરવા તેમજ કુલ રૂા.૪,૨૨,૫૦૭/- સરકારશ્રીમાં ભરપાઈ કરવા દંડ કરવાનો હુકમ મામલતદારશ્રી, અંજાર દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ, દબાણદાર દ્વારા સદર દબાણ ખુલ્લુ કરવામાં આવેલ ન હોઈ, આજ રોજ તા.૨૩/૦૬/૨૦૨૬ ના રોજ મે.જિલ્લા કલેકટર સાહેબશ્રી, જિ.કચ્છ-ભુજ શ્રી અનિલકુમાર રાણાવસીયા સાહેબ તથા અત્રેના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, અંજાર શ્રીમતી બી.વી.ચાવડા, સર્કલ ઓફિસર, અંજાર તથા નાયબ મામલતદાર, દબાણ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અંજાર તાલુકામાં આવેલ અંજારસીમની સરકારી જમીન પર થયેલ આશરે હે.૩-૧૪-૨૩ ચો.મી. ખેતી વિષયક દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.