“ ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ વ્રજવાણી થી દ્વારકા સુધી કિશાન અધિકાર પદયાત્રા કરશે ”
પનીઓ દ્વારા યોગ્ય વળતર મળે એ માટે આગામી ૨૬ જુન થી કચ્છ ના પવિત્ર યાત્રા ધામ વ્રજવાણી થી દેવભૂમિ દ્વારકા સુધી કિશાન અધિકાર પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ઉત્પન થનારી ૧૩૦ ગીગા વોર્ટ વીજળી અન્ય રાજ્ય માં પોહચાડવા માટે ૫૦૦ કિલો મીટર થી વધુ વિસ્તારો માંથી સૌથી વધુ વીજ લાઈનો માટે ૧.૫૦ લાખ વીજ પોલ નાખવામાં આવનાર છે. આ વીજ પોલ ના કારણે ગુજરાત રાજ્ય ના ખેડૂતો ની અંદાજીત ૩૮ લાખ વીધા ફળદ્રુપ જમીન બરબાદ થશે હાલમાં વીજ કંપનીઓ દ્વારા પોલીસ ને આગળ કરી યોગ્ય વળતર આપ્યા શિવાય વીજ લાઈન પસાર કરી રહી છે. ખેડૂતો ઉપર સતત ઘણા સમય થી અલગ અલગ વીજ કંપનીઓ સરકાર ના જમાઈ બની ખેડૂતો ના ખેતરો માં તોતિંગ વીજ ટાવરો નું દમન થઇ રહ્યું છે ત્યારે સરકાર અને અધિકારીઓ ને તેમજ વીજ કંપનીઓ ને ભગવાનશ્રી દ્વારકાધીશ સદ બુધિ આપે તે માટે ખેડૂત પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશ ધ્વજા અર્પણ કરશે.ભગવાન શ્રી રામ અને ધર્મ ના નામે સતા પર આવેલી આ ભાજપ સરકાર ખેડૂતો નું સંભાળતી નથી ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશ ના શરણે જઈ ધજા ચડાવી આ બહેરી મૂંગી સરકાર ને સદ બુદ્ધી આપે એવી પ્રાર્થના ગુજરાત ના ખેડૂતો કરશે. ૨૬ જુન થી શરુ થનારી આ પદયાત્રા દેવભૂમિ દ્વારકા સુધી પહોંચશે જ્યાં વિશાળ ખેડૂત મહાસભા યોજાશે ખેડૂતોના હાક સ્વાભિમાન અને ન્યાય માટે આયોજિત આ કિશાન પદ યાત્રા માં સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, કિશાન કોંગ્રેસના પ્રમુખ જયેશભાઈ પટેલ. ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા, મહેશભાઈ રાજકોટિયા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના વિવિધ નેતાઓ અને ગુજરાત ભર ના ખેડૂત નેતાઓ જોડાશે. આ પદયાત્રા ને સફળ બનાવવા આજે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ભુજ ખાતે જીલ્લા પ્રમુખ વી.કે.હુંબલના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં તા.રસ્ક થી શરું થનાર વજવાણી થી દેવભૂમિ દ્વારકા સુધી ની પદયાત્રા માં જોડાવવા અને આ પદયાત્ર ને સફળ બનાવવા ની ચર્ચા વિચારના કરવામાં આવી હતી તેમજ આવતી કાલે તા. ૨૪ ના ભચાઉ મુકામે પાલભાઈ આંબલીયા તથા લાલજીભાઈ દેસાઈ સાથે માર્ગદર્શન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના તમામ ખેડૂતો ને આગામી સ્ક થી શરુ થનારી કિશાન અધિકાર પદયાત્રામાં જોડાવવા માટે આહવાહન કરવામાં આવ્યું છે.