ભુજમા હાલ ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં કલેક્ટરને મારવાની ધમકી આપતો મેસેજ કરનાર ઇસમ જડપાયો

image-265

copy image

copy image

ભુજમા હાલ ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં સોશિયલ મીડિયા પર ટીકાને લઇને કલેક્ટરને મારવાની પોસ્ટ થતાં આ પોસ્ટ વાયરલ થતાં પોલીસે પોતના ચક્ર ગતિમાન કરતા ગઢશીશાના ઇસમ સુધી પહોંચતાં અને તેણે પોસ્ટ કર્યાનું સામે આવતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી જડપી પાડવામા આવ્યો હતો.સુત્રોમાથિ પ્રાપ્ત થતિ માહિતી મુજબ બે દિવસ પહેલાં કલેક્ટરને ધમકી આપતો મેસેજ વાયરલ થતાં પોલીસ સુધી પહોંચતાં ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તપાસ શરૂ કરી દિધી હતી. માંડવી તાલુકાના એક ધાર્મિક સ્થાનને તોડવા બાબતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતાં તે વીડિયોની પોસ્ટમાં `ભાઇ બધા ભેગા થઇને મારો કલેક્ટરને અને ધાર્મિક સ્થાનને તોડવાવાળાને મારી નાખો’ તેવા મેસેજ આઇ.ડી. ધારક એવા ગઢશીશાના એક ઇસમે કર્યા હતા.આવી વાંધાજનક પોસ્ટની ગંભીરતાને લઇ એ ટીમે ગઢશીશામાંથી આરોપીને શોધી કાઢી તેની પૂછપરછ કરતાં તેણે પોસ્ટ કરી હોવાની કબૂલાત આપી હતી. તે દરમ્યાન ઇસ્મને જડપી પાડવામા આવ્યો હતો. આગળની વધુ તપાસ પોલિસે હાથ ધરી છે.