સરકારી બદલી આદેશનો ૯ મહિનાથી અમલ નહીં

કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગમાં ચાલતી ગેરબંધારણીય પ્રવૃત્તિઓ અને દોષિતોને મળી રહેલા અસામાન્ય રક્ષણને ખુલ્લું કરવા માટે આ પત્ર લખી રહ્યો છું.આ વિભાગમાં વ્યાપેલા વહીવટી ભ્રષ્ટાચારને સાબિત કરતા તમામ મજબૂત પુરાવાઓ સાથેનો વિગતવાર અહેવાલ આ સાથે સામેલ છે.

સરકારી બદલી આદેશનો ૯ મહિનાથી અમલ નહીં : રાજ્યપાલ, લોકાયુક્ત અને મુખ્યમંત્રીના SWAGAT પોર્ટલ સુધી પહોંચેલા મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ

સરસપર પાટિયાની HTAT મુખ્ય શિક્ષિકા શ્રીમતી મીનાક્ષીબેન ચૌહાણની જતવાંઢ (ઝૂરા) ખાતે વહીવટી બદલી કરવામાં આવી હતી.

• બદલી આદેશને 9 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી.

• અરજદાર નારણ ગંગુભાઈ મારવાડાએ જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી અનેક લેખિત રજૂઆતો કરી છે.

• સમગ્ર મામલો રાજ્યપાલશ્રી, લોકાયુક્તશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના SWAGAT પોર્ટલ સુધી પહોંચ્યો છે.

• SWAGAT પોર્ટલ ઉપરની અરજીના અનુસંધાને મુખ્યમંત્રી કાર્યાલયે શિક્ષણ વિભાગ, ગાંધીનગરને કાર્યવાહી કરીને અહેવાલ રજૂ કરવા તલબ કર્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

• મુખ્યમંત્રી કાર્યાલયની તલબ છતાં આજદિન સુધી કોઈ સ્પષ્ટ અને પરિણામલક્ષી કાર્યવાહી સામે આવી નથી.

• પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કચ્છને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

• નિયામકશ્રીના નિર્દેશો બાદ પણ બદલી આદેશનો અમલ ન થતાં જિલ્લા શિક્ષણ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

• અરજદારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીની ભૂમિકા અંગે ગંભીર શંકા વ્યક્ત કરી છે.

• રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે સમગ્ર મામલાને લાંબા સમયથી દબાવી રાખવા અથવા અમલીકરણ ટાળવા માટે અસામાન્ય વહીવટી રક્ષણ આપવામાં આવી રહ્યું હોવાની શક્યતા છે.

• રાજ્યપાલશ્રી અને લોકાયુક્તશ્રી સમક્ષ સમગ્ર ઘટનાક્રમની સ્વતંત્ર, નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

• સમગ્ર મામલો હવે માત્ર એક બદલીનો નહીં પરંતુ સરકારી આદેશોના અમલ, વહીવટી જવાબદારી, પારદર્શિતા અને શિક્ષણ તંત્રની વિશ્વસનીયતા સાથે જોડાયેલ જાહેરહિતનો ગંભીર મુદ્દો બની ગયો છે.