ભુજ સ્થિત GK General Hospital ખાતે સારવાર અર્થે દાખલ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને ફૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhi જન્મદિવસ નિમિત્તે આજે પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા માનવસેવા અને જનકલ્યાણના ઉદ્દેશ સાથે ભુજ સ્થિત GK General Hospital ખાતે સારવાર અર્થે દાખલ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને ફૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસના પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ રાજદીપભાઈ દેવધર,, મિત બલરાજ જોષી, દીલીપ મહેશ્વરી ફિતેશભાઈ રબારી રાહુલ અબોટી દક્ષ દેવધર, તથા શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી તાલુકા પ્રમુખ લાખાજી સોઢા પુજન ભાઈ ગોર, શક્તિમિય ચોડોણ, પુષ્પાબેન સોલંકી રસીકબા જાડેજા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીજી હંમેશા સમાજના નબળા અને વંચિત વર્ગોના હિતોની લડત લડતા આવ્યા છે. તેમના જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છાઓ સુધી મર્યાદિત ન રાખતા, સેવાકીય અને માનવતાવાદી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દર્દીઓ અને તેમના સ્વજનોને ફળોની કિટ અર્પણ કરી તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ખુશી અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો.

કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભવિષ્યમાં પણ સમાજહિત અને જનકલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.