તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપઅને રોજગાર ભરતી મેળો

કચ્છ જિલ્લાના રોજગાર વાચ્છું ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ- કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંજાર ના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી જીલ્લા કક્ષાના એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આઈ.ટી.આઈ. પાસ ,ધોરણ ૧૨ પાસ ,ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે, ઉંમર મર્યાદા 18 થી 35 રહેશે. આ એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે.