4-5 વર્ષમાં AI માણસોથી વધુ સ્માર્ટ બની શકે, ઈલોન મસ્કની ચોંકાવનારી આગાહી

copy image

copy image

આજની એડવાન્સ ટેકનોલોજીના યુગમાં AI દરરોજ વધુ સ્માર્ટ બની રહ્યું છે. ઈલોન મસ્કનુ માનવું છે કે, ટેકનોલોજી યોગ્ય માર્ગ પર છે અને જો આ ગતિએ પ્રગતિ ચાલુ રહેશે તો આગામી ચારથી-પાંચ વર્ષમાં AI માણસો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. મસ્ક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મસ્કે Peter H. Diamandis નામના એક બિઝનેસ મેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના વિચાર શેર કર્યા હતા. Diamandis એ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘મનુષ્યનું ભવિષ્ય ફક્ત કમ્પ્યુટિંગ પાવર અને ઉર્જા પર આધારિત નથી, પરંતુ લોકોને નવા વિચારો ઉત્પન્ન કરવા અને મોટી સમસ્યાઓ ઉકેલવા માટે સાધનો અને સંસાધનોની પણ જરૂર છે.’

એક વિશાળ છલાંગ લગાવવા માટે તૈયાર છે. AI એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે તે મનુષ્યો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. AI વિશ્વને બદલી શકે છે અને ઘણી રીતે માનવોને પાછળ છોડી શકે છે. મસ્કનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે OpenAI, Meta, Google, Anthropic અને xAI જેવી કંપનીઓ AI માં અબજોનું રોકાણ કરી રહી છે. તેમનો ઉદ્દેશ્ય ઝડપી અને વધુ શક્તિશાળી AI સિસ્ટમ્સ વિકસાવવાનો છે. આજે આ AI સિસ્ટમ્સ વિવિધ કાર્યો કરી રહી છે, જેમાં કમ્પ્યુટર કોડ લખવા, કન્ટેન્ટ બનાવવા અને જટિલ સમસ્યાઓ હલ કરવાનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે AI ની ક્ષમતાઓ સતત વધી રહી છે.

copy image