1.40 લાખના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી sog પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ. ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા NO DRUGS IN KUTCH CAMPAIGN અંતર્ગત નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. જે અન્વયે .
ગઈકાલ તા.૨૪/૦૬/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. ચેતનસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. ગોપાલભાઈગઢવી નાઓને સંયુકત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે (નાના કપાયા) લેબર કોલોની ફેશ વેજીટેબલ એન્ડ ફુટ નામની દુકાન પાછડ આવેલ ઓરડી નંબર કે-૨ માંથી સોનુ કુમાર પ્રમોદ મંડલ ઉ.વ.૨૧ રહે.મુળ ગામ કોઇલી સેમરા જી.પુર્ણીયા રાજ્ય બિહાર હાલે રહે ઓરડી નંબર કે-૨ ફેશ વેજીટેબલ એન્ડ ફુટની પાછડ લેબર કોલોની મુંદરા વાળા પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૨.૮૧૭ કિલો ગ્રામ. કિ.રૂ. ૧.૪૦,૮૫૦/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી
(૧) સોનુ કુમાર પ્રમોદ મંડલ ઉ.વ.૨૧ રહે.મુળ ગામ કોઈલી સેમરા જી.પુર્ણીયા રાજ્ય બિહાર હાલે રહે ઓરડી નંબર કે-૨ ફ્રેશ વેજીટેબલ એન્ડ ફુટની પાછડ લેબર કોલોની મુંદરા
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ ગાંજો, ૨.૮૧૭ કિલો ગ્રામ કિ.રૂ. ૧,૪૦,૮૫૦/-
(૨) મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ.૨૦,૦૦૦/-
કુલ કિંમત રૂપિયા ૧,૬૦,૮૫૦/-
એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર. સકોરિયા તથા પો.સબ ઇન્સ. ટી.બી.રબારી એસ.ઓ.જી.. ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઈ. ચેતનસિંહ જાડેજા, રજાકભાઈ સોતા. સિધ્ધરાજસિંહ ઝાલા, તથા પો.હેડ.કોન્સ. ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી, પ્રથવિરાજસિહ વાઘેલા,ડ્રા.મહિપતસિંહ સોલંકી તથા એલ.આર.પી.સી. મહિપાલસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા.