ભુજ વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ જડપાયા
copy image

ભુજ શહેરના ન્યૂ લોટસ કોલોનીના વાલ્મીકિનગરમાં ગતરાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ઇસમને પોલીસે પકડી પાડયા હતા. સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ ગતરાત્રે બી-ડિવિઝન પોલીસને બાતમી મળતાં તપાસ દરમ્યાન વાલ્મીકિનગરના એક મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા છ ઇસમને રોકડા રૂા. 10,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.