ખેડૂત હક્ક અને અધિકાર માટે વ્રજવાણીથી દ્વારકા સુધી ખેડૂત ન્યાય પદયાત્રા

 તાજેતરમાં વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની હેરાનગતિ અને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના હક્ક અને અધિકારોની રક્ષા તેમજ તેમની સમસ્યાઓને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા વ્રજવાણીથી દ્વારકા સુધી ખેડૂત ન્યાય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પદયાત્રા તા.૨૬/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૯ વાગ્યે વ્રજવાણી થી પ્રસ્થાન કરશે. આ પદયાત્રામાં પાલભાઈ આંબલીયા, લાલજીભાઈ દેસાઈ સહિત રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો જોડાશે.ખેડૂતોના હિત માટે યોજાનારી આ પદયાત્રામાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ તેમજ રબારી સમાજના આગેવાન ઠાકરશીભાઈ રબારી વિશેષ ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે.આથી ખેડૂતો, યુવાનો, સમાજના આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો તથા સર્વે નાગરિકોને આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાઈ ખેડૂતોના ન્યાયસંગત હક્કોની લડતમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.સાથે જ તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા તથા પ્રેસના મિત્રોને આ કાર્યક્રમનું કવરેજ કરવા અને ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવે છે.