એર ઈન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગયું !

copy image

એર ઈન્ડિયાની એક ઉડાન રસ્તો ભટકીને પાકિસ્તાનનાં હવાઇ ક્ષેત્રમાં ઘૂસી ગઇ હતી. મળતી માહિતી મુજબ વિમાનને  પાકિસ્તાનના એર ટ્રાફિક તંત્રએ ચેતવણી આપીને પાછું મોકલ્યું હતું. વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી અને અમૃતસરમાં લેન્ડિંગ કરવાનું હતું. પાકિસ્તાનનાં હવાઇ ક્ષેત્રમાંથી  ઉડાન પરત ફરી ત્યારે અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી જતાં પાછી દિલ્હી મોકલવી પડી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાંત્રિક ખામીનાં કારણે વિમાન રસ્તો ભટકી ગયું હતું. મામલાની તપાસ શરૂ કરાઇ હતી. પાકના એર ટ્રાફિક વિભાગ તરફથી ચેતવણી મળવા લાગી ત્યારે એર ઈન્ડિયાનાં વિમાનના પાઈલટને ખબર પડી કે, વિમાન પાકનાં હવાઇ ક્ષેત્રમાં આવી ગયું છે. આ ઘટના બાદ તરત રસ્તો બદલતાં યુ-ટર્ન લઇને પાઈલટ વિમાનને ભારતીય હવાઇ ક્ષેત્રમાં લાવ્યા હતા. દિલ્હી લવાયાના લગભગ બે કલાક બાદ ફરી અનુમતિ મળતાં વિમાને અમૃતસર જવા ઉડાન ભરી હતી.