આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા PM મોદીને આમંત્રણ

copy image

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. જેની સત્તાવાર પુષ્ટિ ઈરાન દ્વારા 1 માર્ચ 2026ના રોજ કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર 4 જુલાઈ 2026થી શરૂ થઈ રહ્યા છે. ઈરાન અમેરિકા સાથે ડીલ પર કરાર કર્યા પછી આ કાર્યક્રમને પોતાની શક્તિ અને ઈરાની સાર્વભૌમત્વના પ્રદર્શન તરીકે રજૂ કરી રહ્યું છે. 5 દિવસ પછી 9 જુલાઈ 2026ના રોજ ખામેનેઈને તેમના વતન મશહદમાં દફનાવવાની સાથે સમાપ્ત થશે. હવે યુદ્ધ સમાપ્ત થયા પછી આ તારીખ નક્કી થઈ છે. ઈરાન આ આયોજનને ભવ્ય બનાવવા માટે પૂરી તૈયારી કરી રહ્યું છે. તેહરાનમાં 4 અને 5 જુલાઈએ ખામેનેઈના દેહને જનતાના દર્શન માટે રાખવામાં આવશે અંતિમ સંસ્કારમાં કેમ થયો 4 મહિનાનો વિલંબ? ઇસ્લામિક પરંપરાઓથી વિપરીત ખામેનેઈને દફનાવવામાં 132 દિવસ જેટલો લાંબો સમય લાગવા પાછળ ઘણાં મહત્ત્વના કારણો જવાબદાર છે. ઇરાન સરકાર પહેલા આ કાર્યક્રમ જૂનની શરૂઆતમાં મોહરમ માસની શરૂઆતમાં કરવા માંગતી હતી. પરંતુ, મેયરે સ્પષ્ટ કર્યું કે લોકો ઇમામ હુસૈન માટે પોતાના વાર્ષિક શોકને શાંતિપૂર્વક પૂરો કરી શકે તે માટે આ કાર્યક્રમ મોહરમના પ્રથમ 10 દિવસ પછી (એટલે કે 4 જુલાઈથી) રાખવામાં આવ્યો છે.