વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી તબાહી, બે શક્તિશાળી આંચકાઓથી દહેશત
copy image

વેનેઝુએલામાં એક બાદ એક બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપમાં 10 હજાર લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે.. પ્રથમ ભૂકંપ 7.2 અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવતા દેશ હચમચી ઉઠ્યો છે. બંને ભૂકંપ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા.કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી થઈ છે અને કારાકાસ એરપોર્ટની છતનો કેટલોક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ છે. છેલ્લા 126 વર્ષનો આ સૌથી મોટો ભૂકંપ હોવાનું મનાઈ રહ્યું છે. આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ મોટી જાનહાનિની આશંકા વ્યક્ત કરી છે. હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે આ ભૂકંપ આવ્યો…કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે, હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી…સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો..રાજધાની કારાકાસમાં રાહત અને બચાવ અભિયાન સતત ચાલુ છે. બચાવ ટુકડીઓ ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝે ભૂકંપમાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જોકે, તેમણે મૃતકોની સંખ્યા જણાવી ન હતી. તેમણે કહ્યું કે સરકાર રાહત અને બચાવ કાર્યમાં પૂરી તાકાતથી લાગેલી છે.રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે બુધવારે રાત્રે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. તેમણે ડોકટરો અને નર્સોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને ઘાયલોની સારવાર શરૂ કરવા અપીલ કરી. આ સાથે, કારાકાસ નજીક આવેલા માઇકેટિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આગામી સૂચના સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી.