માનવીનો મહિલાઓ પ્રત્યે ભેદભાવ, વંશીય માનસિકતાની એઆઈ એ કોપી કરી

સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના ચોંકાવનારા રિપોર્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ, AI માનવીય વ્યવહારો અને પૂર્વગ્રહોને કોપી કરી રહ્યું છે, જેના કારણે સમાજમાં રહેલો મહિલાઓ પ્રત્યેનો ભેદભાવ અને વંશીય માનસિકતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે. લગભગ ૧૩૩ જેટલી AI સિસ્ટમ્સના અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે ૨૪ ટકા સિસ્ટમ્સ મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે, જ્યારે ૩૦ ટકા સિસ્ટમ્સમાં વંશીય ભેદભાવ પણ જોવા મળે છે. ખાસ કરીને લાજ લેંગ્વેજ મોડેલ્સમાં મહિલાઓને માત્ર ઘર અથવા પરિવાર સાથે જોડવામાં આવે છે. આ સ્થિતિ સમાજ પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ટેક કંપનીઓને વધુ પારદર્શિતા રાખવા અનુરોધ કર્યો છે.