અમેરિકા પણ થયું ભારતનું મુરીદ: યુએસ કોંગ્રેસે UPI મોડલના કર્યા જોરદાર વખાણ
copy image

અમેરિકાના વોશિંગ્ટનમાં દેશની ભાવિ પેમેન્ટ સિસ્ટમના આધુનિકીકરણને લઈને ચાલી રહેલી એક ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભારતની ડિજિટલ ક્રાંતિના વખાણ કરવામાં આવ્યા છે.અમેરિકી કાયદા નિષ્ણાંતો અને સાંસદોએ ભારતના UPI નું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, કઈ રીતે એક આધુનિક પબ્લિક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે. આ દરમિયાન ફિનટેક કંપનીઓએ અમેરિકી કોંગ્રેસને પેમેન્ટ નેટવર્ક પરના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવા વિનંતી કરી છે. મળતી માહિતી મુજબ હાઉસ ફાઇનાન્સિયલ સર્વિસીસ કમિટીની સબકમિટી ઓન ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સની બેઠકમાં આ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ સુનાવણી દરમિયાન સાંસદોએ તપાસ કરી હતી કે શું અમેરિકાએ તેના નિયમનકારી માળખાને આધુનિક બનાવવું જોઈએ. જેથી લાયક બિન-બેંક પેમેન્ટ કંપનીઓને પરંપરાગત બેંકિંગ મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવાને બદલે ફેડરલ રિઝર્વના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીધી પહોંચ મળી શકે.