ભુજના ચકચારી રૂકસાના મર્ડર કેસમાં ૮ આરોપીને કૉર્ટે નિર્દોષ જાહેર કર્યાં

પત્નીની હત્યા કરી, નિર્માણાધીન મકાનમાં લાશ દાટી દઈને તે ગુમ થઈ ગઈ હોવાનું જાહેર કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પતિ અને અન્ય આરોપીઓ પર હતો આરોપ

પત્ની ગુમ થઈ હોવાની અને તેને હાજર કરવાની માગ સાથે પતિએ હાઈકૉર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરેલી

જૂન ૨૦૧૮માં હત્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માર્ચ ૨૦૧૯માં સમગ્ર બનાવનો કર્યો હતો પર્દાફાશ

મૃતકના હાડકાંનો DNA ટેસ્ટ મેચ થયેલો પરંતુ પુરાવાની ચેઈન ઑફ કસ્ટડી યોગ્ય રીતે પ્રસ્થાપિત ના થયાનો, આરોપીની કબૂલાતના આધાર પર તથા નબળા સાંયોગિક પુરાવાઓના આધારે પોલીસે આરોપીઓ પર ગુનો નોંધ્યો હોવા સહિતના વિવિધ મુદ્દે બચાવ પક્ષે દલીલો કરેલી