ભારતને મોટો આંચકો: બાંગ્લાદેશે ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન ચીનને સોંપી
copy image

તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને ચીન સાથે વધુ એક મોટો કરાર કર્યો છે, જે ભારત માટે એક મોટો આંચકો મનાઈ રહ્યો છે. સૂત્રો માંથી મળતી માહિતી બાંગ્લાદેશે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા મુંગલા પોર્ટને લઈને ચીન સાથે હાથ મિલાવ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ પ્રોજેક્ટનું નિર્માણ મૂળરૂપે ‘ઇન્ડિયન ઇકોનોમિક ઝોન’ માટે પ્રસ્તાવિત કરવામાં આવેલી જમીન પર જ કરવામાં આવશે. તારિક રહેમાનની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર :બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાન હાલ ચીનની મુલાકાતે છે અને તેમની હાજરીમાં જ બેઇજિંગ ખાતે આ મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન ઓથોરિટીએ ચીનની સરકારી ‘સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન’ સાથે ચીન-બાંગ્લાદેશ મુંગલા પોર્ટ ઇકોનોમિક ઝોન માટે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટને બાગેરહાટમાં મુંગલા પોર્ટની નજીક આવેલી 110 એકર જમીન પર વિકસાવવામાં આવશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની દ્વિપક્ષીય સમજૂતી હેઠળ આ જમીન પહેલા ઇન્ડિયન ઇકોનોમિક ઝોનને આપવામાં આવી હતી. પરંતુ તેના પર નિર્ધારિત સમયમાં કામ શરૂ ન થઈ શક્યું હોવાનું બહાનું કાઢીને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ઓક્ટોબર 2025માં આ પ્રોજેક્ટને લિસ્ટમાંથી હટાવી દીધો હતો. હવે પીએમ તારિક રહેમાનની નવી રોકાણ વ્યૂહરચના હેઠળ આ જમીન ચીનને સોંપી દેવામાં આવી છે.